Punya Bhumi Bharatine
પુણ્યભૂમિ ભારતી ના અમૃત પુત્રો અમેં
સત્ય સમર્પણ સદા થશે અહીં…
સિંહ સાવકો અમેં શક્તિપુજકો અમેં
અંતરમાં નિર્ભયતા છે અહીં…(૨)
કંટકમય માર્ગ પર અણથક પગ ચાલશે
આંધી તુફાન ભલે માર્ગ બની આવશે
ધ્યેય પુર્ણતા હવે ધ્યેય પુર્ણતા હવે
એજ એક વાત છે, એથી ઓછું કશું જખે નહી…
સિંહ સાવકો અમેં શક્તિપુજકો અમેં
અંતરમાં નિર્ભયતા છે અહીં…(૨)
હિંદુજન આજ સૌ રુહ બની ચાલશે
શક્તિરુપ દર્શન થી વિશ્વ માં જગાવશે
કાયરતા ત્યાગથી કાયરતા ત્યાગથી
નિર્બળતા છોડીને શક્તિસાધના પુન: થશે અહીં..
સિંહ સાવકો અમેં શક્તિપુજકો અમેં
અંતરમાં નિર્ભયતા છે અહીં…(૨)
શસ્ત્ર અસ્ત્ર શક્તિ થી રાષ્ટ્ર સજ્જ હો સદા
અનુશક્તિ આયુધથી રાષ્ટ્ર સિધ્ધ હો સદા
વર્તમાન પારખજો વર્તમાન પારખજો
અડગ આંખ રાખજો સ્વાભિમાન જાગે ભારત મહીં…
સિંહ સાવકો અમેં શક્તિપુજકો અમેં
અંતરમાં નિર્ભયતા છે અહીં…(૨)
પુર્ણ્યભુમિ ભારતી નાં અમૃત પુષ્પો અમેં
સત્ય સમર્પણ સદા થશે અહીં..
સિંહ સાવકો અમેં શક્તિપુજકો અમેં
અંતરમાં નિર્ભયતા છે અહીં…(૨)