रैवतगिरि नो डुंगर व्हालो लागे || Raivatgiri No Dundar Vhalo Lage || રૈવતગિરિ નો ડુંગર વ્હાલો લાગે

0

रैवतगिरि नो डुंगर व्हालो लागे मोरा राजिंदा
उज्जयंतगिरि नो डुंगर व्हालो लागे मोरा राजिंदा

ईण रे डुंगरीये जिन अनंता सिध्या (२ बार)
व्रत-केवळ-वळी पाया मोरा राजिंदा
रैवतगिरी नो डुंगर…

गत चोवीसी सागर जिन काळे (२ बार)
पडिमा ईन्द्र भरावे मोरा राजिंदा
रैवतगिरी नो डुंगर…

श्यामल वर्ण नेमिवर सोहे (२ बार)
मुखडुँ देखी मन मोहे मोरा राजिंदा
रैवतगिरी नो डुंगर…

पहेली टूंके चौद चैत्य सोहे (२ बार)
दर्शन निरमल होवे मोरा राजिंदा
रैवतगिरी नो डुंगर…

सहसावने नेमि दिक्ख नाण होवे (२ बार)
गढ पंचम मुक्ति पावो मोरा राजिंदा
रैवतगिरी नो डुंगर…

ईण रे आलंबन कृष्ण जिनपद पामे (२ बार)
थाशे अमम जिन नामे मोरा राजिंदा
रैवतगिरी नो डुंगर…

हेमवल्लभ वदे गिरि नीत व्यावो (२ बार)
भव चोथे शिव पावो मोरा राजिंदा
रैवतगिरी नो डुंगर…

રૈવતગિરિ નો ડુંગર વ્હાલો લાગે

રૈવતગિરિ નો ડુંગર વ્હાલો લાગે મોરા રાજિંદા
ઉજ્જયંતગિરિ નો ડુંગર વ્હાલો લાગે મોરા રાજિંદા

ઈણ રે ડુંગરીયે જિન અનંતા સિધ્યા (૨ વાર)
વ્રત-કેવળ-વળી પાયા મોરા રાજિંદા
રૈવતગિરી નો ડુંગર…

ગત ચોવીસી સાગર જિન કાળે (૨ વાર)
પડિમા ઈન્દ્ર ભરાવે મોરા રાજિંદા
રૈવતગિરી નો ડુંગર…

શ્યામલ વર્ણ નેમિવર સોહે (૨ વાર)
મુખડુઁ દેખી મન મોહે મોરા રાજિંદા
રૈવતગિરી નો ડુંગર…

પહેલી ટૂંકે ચૌદ ચૈત્ય સોહે (૨ વાર)
દર્શન નિરમલ હોવે મોરા રાજિંદા
રૈવતગિરી નો ડુંગર…

સહસાવને નેમિ દિક્ખ નાણ હોવે (૨ વાર)
ગઢ પંચમ મુક્તિ પાવો મોરા રાજિંદા
રૈવતગિરી નો ડુંગર…

ઈણ રે આલંબન કૃષ્ણ જિનપદ પામે (૨ વાર)
થાશે અમમ જિન નામે મોરા રાજિંદા
રૈવતગિરી નો ડુંગર…

હેમવલ્લભ વદે ગિરિ નીત વ્યાવો (૨ વાર)
ભવ ચોથે શિવ પાવો મોરા રાજિંદા
રૈવતગિરી નો ડુંગર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *