गुरु एवा मळ्या | Guru Eva Malya | ગુરુ એવા મળ્યા
गुरु एवा मळ्या, मारा जीवतरमां रंगो भर्या
पुण्य एवा फळ्या, मारा भवोभवना फेरा टळ्या
गुरु एवा मळ्या…
करी जातरा में शरू ज्यारथी, हंमेशा बन्या छे गुरु सारथी
आंगळी झालीने, मारी संगाथे डगला भर्या
गुरु एवा मळ्या…
कदी लागणीओने गाती करी, ने थई भूल तो आंख राती करी
सुख दुनिया तणां, जेनां चरणोमां आवी मळ्यां
गुरु एवा मळ्या…
जेवो छुं तेवो तमारो “उदय’, गुरु राम नामे धबकतुं हृदय
हुं भूलु ना जरा, मारी आंखोमां आंसु भर्या
गुरु एवा मळ्या…
ગુરુ એવા મળ્યા
ગુરુ એવા મળ્યા, મારા જીવતરમાં રંગો ભર્યા
પુણ્ય એવા ફળ્યા, મારા ભવોભવના ફેરા ટળ્યા
ગુરુ એવા મળ્યા…
કરી જાતરા મેં શરૂ જ્યારથી, હંમેશા બન્યા છે ગુરુ સારથી
આંગળી ઝાલીને, મારી સંગાથે ડગલા ભર્યા
ગુરુ એવા મળ્યા…
કદી લાગણીઓને ગાતી કરી, ને થઈ ભૂલ તો આંખ રાતી કરી
સુખ દુનિયા તણાં, જેનાં ચરણોમાં આવી મળ્યાં
ગુરુ એવા મળ્યા…
જેવો છું તેવો તમારો “ઉદય’, ગુરુ રામ નામે ધબકતું હૃદય
હું ભૂલુ ના જરા, મારી આંખોમાં આંસુ ભર્યા
ગુરુ એવા મળ્યા…