याद नथी भूलवी सहेली || Yaad Nathi Bhulvi Saheli || યાદ નથી ભૂલવી સહેલી
शीदने आवडी कीधी उतावळ, बोलो ने गुरु मा..
नेण ढळे छे आंसुने भारे, पाछा वळो गुरु मा..
तमे लीधी विदाय व्हेली
याद नथी भूलवी सहेली…
आंख्युमां अंधारु आंजी दीधुं तमे, केने करुं फरियाद?
सुखनी सोड्यना दाडा गीया हवे, केने रे पाडु साद?
भीना-भीना स्मरणो मेली
याद नथी भूलवी सहेली… (१)
बाळपणामां वंदन करतां खोळामां लीधां छे श्वास,
टपली मारी घणी छतां पण, राख्यो तमे ना पास,
दादा मारी वातो घेली
याद नथी भूलवी सहेली… (२)
वरसो थोडा स्मरणो झाझा, घडीक आप्यो संग
संयम साधना करी-करावी राख्यो जीवननो रंग
वरसावो दयानी हेली
याद नथी भूलवी सहेली… (३)
दुनिया आखी-मां जाणे रह्या हवे, हुं ने मारो पडछायो,
भरी-भरी आ भीडनी वच्चे “उदय” एकलवायो
करुं हवे विनति छेल्ली
याद नथी भूलवी सहेली… (४)
યાદ નથી ભૂલવી સહેલી
શીદને આવડી કીધી ઉતાવળ, બોલો ને ગુરુ મા..
નેણ ઢળે છે આંસુને ભારે, પાછા વળો ગુરુ મા..
તમે લીધી વિદાય વ્હેલી
યાદ નથી ભૂલવી સહેલી…
આંખ્યુમાં અંધારુ આંજી દીધું તમે, કેને કરું ફરિયાદ?
સુખની સોડ્યના દાડા ગીયા હવે, કેને રે પાડુ સાદ?
ભીના-ભીના સ્મરણો મેલી
યાદ નથી ભૂલવી સહેલી… (૧)
બાળપણામાં વંદન કરતાં ખોળામાં લીધાં છે શ્વાસ,
ટપલી મારી ઘણી છતાં પણ, રાખ્યો તમે ના પાસ,
દાદા મારી વાતો ઘેલી
યાદ નથી ભૂલવી સહેલી… (૨)
વરસો થોડા સ્મરણો ઝાઝા, ઘડીક આપ્યો સંગ
સંયમ સાધના કરી-કરાવી રાખ્યો જીવનનો રંગ
વરસાવો દયાની હેલી
યાદ નથી ભૂલવી સહેલી… (૩)
દુનિયા આખી-માં જાણે રહ્યા હવે, હું ને મારો પડછાયો,
ભરી-ભરી આ ભીડની વચ્ચે “ઉદય” એકલવાયો
કરું હવે વિનતિ છેલ્લી
યાદ નથી ભૂલવી સહેલી… (૪)